-->

DROPDOWN

SHIXAN.IN पर आपका स्वागत है आप हमारी पुरानी साईट देखने के लिये my.shixan.in पर जा सकते है.

THANKS FOR VISIT

ડિજિટલ હેલ્થ આઈ ડી ની સંપૂર્ણ માહિતી

Advertisements


આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સની કરી આયુષ્માન ભારત ડિજિટલ મિશન (ABDM)નો આરંભ કર્યો છે. તેમણે 15 ઓગસ્ટ ૨૦૨૦ ના રોજ આ યોજનાની શરૂ કરી હતી. આ મિશનની મદદથી સ્વાસ્થ્ય સેવાઓનો લાભ મેળવી શકશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, આ મિશનની મદદથી સ્વાસ્થ્ય સુવિધાઓમાં ક્રાંતિકારી પરિવર્તન આવશે.







નાગરિકો ને હવે ડિજિટલ હેલ્થ આઈડી મળશે અને તેમનો આરોગ્ય રેકોર્ડ ડિજિટલ રીતે સચવાશે . આ મિશન હેઠળ તમામ વ્યક્તિઓનું હેલ્થ આઈ ડી બનાવવામાં આવશે. આ આઈ ડી સંપૂર્ણ રીતે ડિજિટલ હશે અને આધાર કાર્ડ જેવું હશે.




આ હેલ્થ આઈ ડી કેવીરીતે ઉપયોગી થશે.


આપ જ્યારે ડોકટર પાસે જાઓ છો ત્યારે આપે ફાઈલ લઈ જવાની જરૂર નહિ રહે ડોકટર આ કાર્ડ માં આપેલ નંબર નાખી આપની બીમારી અને અગાઉ કરેલ સારવાર વિશે જાણી શકે છે. તેમજ આયુષ્યમાન ભારત જેવી કઈ કઈ યોજનાઓ નો લાભ દર્દી ને મળી શકે તે પણ આ કાર્ડ દ્વારા જાણી શકાશે.




આ હેલ્થ આઈ ડી કેવી રીતે મેળવવું?


આપ આ હેલ્થ આઈ ડી ઓનલાઈન બનાવી શકો છો આપે નીચેની લીંક પર કલીક કરી કાર્ડ બનાવવાની ઓનલાઈન પ્રોસેસ કરી શકો છો.

આઈ ડી બનાવવા અહી ક્લિક કરો




આપ મોબાઈલ માં ABMD એપ દ્વારા પણ હેલ્થ આઈ ડી બનાવી શકો છો.

ABMD એપ ડાઉનલોડ કરો.




હેલ્થ કાર્ડ માં PHR ની જરૂર પડશે આ PHR શું છે?


લાભાર્થીએ હેલ્થ રેકોર્ડ માટે પર્સનલ હેલ્થ રેકોર્ડ (PHR) એડ્રેસ પણ આપવાનું રહેશે.

આ એક યૂઝરનેમ છે. લાભાર્થીએ Health Information Exchange and Consent Manager (HIE-CM)માં સાઈન ઈન કરવું જરૂરી છે. ડેટા શેર કરવા માટે એક લિંકની જરૂરિયાત રહેશે. HIE-CM એક એવી એપ્લિકેશન છે, જેનાથી પર્સનલ હેલ્થ રેકોર્ડ શેર કરી શકાય છે અને લિંક કરી શકાય છે.


હેલ્થ આઈ ડી માટે ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે.


આપ આધાર કાર્ડ સાથે કે મોબાઈલ નંબર દ્વારા હેલ્થ આઈ ડી બનાવી શકો છો.

નામ જન્મતારીખ લિંગ સરનામું વગેરે વિગત આપવી પડશે.




એકવાર આઈ ડી બનાવ્યા પછી માહિતી અપડેટ કરવા પાસવર્ડ ભૂલી જવાય તો શું કરવું?


આપ મોબાઈલ લિંક કરેલ આધાર દ્વારા લોગીન કરી શકો તેમજ પાસવર્ડ રીસેટ કરી શકો છો. આધાર માં મોબાઈલ લિંક ના હોય તો આધાર કાર્ડ ના સેન્ટર પર જઈ લિંક કરાવી શકો છો.


મદદ માટે શું કરવું?


મદદ માટે ndhm@nha.gov.in પર મેઈલ કરી શકો છો અથવા ટોલ ફ્રી નંબર 1800-11-4477 / 14477 પર કોલ કરી શકો છો.




આ રેકોર્ડ સુરક્ષિત રહેશે?


આપની સહમતી વિના આ રેકોર્ડ કોઈ સાથે શેર નહિ કરાય.




શું આ હેલ્થ આઈ ડી ડીલીટ કરી શકાશે?


જરૂર પડશે તો લાભાર્થી આ આઈ ડી ડીલીટ કે થોડા સમય માટે બંધ કરી શકે છે. ડીલીટ કર્યા પછી કોઈ રેકોર્ડ મળશે નહિ જરૂર પડ્યે નવું આઈ.ડી બનાવવાનું રહેશે.




લાભાર્થી કયા લાભ મેળવી શકશે?


લાભાર્થી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લે ત્યાં સુધી આ હેલ્થ IDનો ઉપયોગ કરી શકે છે. તમે તમારા હેલ્થ રેકોર્ડ આ હેલ્થ IDમાં લિંક કરી શકો છો.

આ આઈ ડી દેશમાં ગમે ત્યાં કામ લાગશે. પોતાના બાળકો તેમજ નોમીની ના આઇ ડી પણ બનાવી શકે છે.



ડિજિટલ હેલ્થ ID શા કેમ જરૂરી છે?


આ હેલ્થ IDની મદદથી દર્દીઓ અને ડૉકટરને સરળતા રહેશે.

દા ત. જો કોઈ દર્દી AIIMS, દિલ્હીમાં તપાસ કરાવી રહ્યું છે અને તે અન્ય શહેરમાં જવા ઈચ્છે છે તો દર્દીએ ફાઈલ અને જરૂરી દસ્તાવેજ લઈ જવાની જરૂરિયાત નથી. હેલ્થ IDની મદદથી ડૉકટર સરળતાથી હેલ્થ રેકોર્ડ મેળવી શકશે.

માહિતી ગમી હોય તો અન્ય મિત્રો સાથે શેર કરો. કોઈ ને કામ લાગશે.